૪૪
નથી. લગની લાગે તો જ્ઞાન અને આનંદ પ્રગટે જ. ૧૩૯.
‘છે’, ‘છે’, ‘છે’ એમ ‘અસ્તિ’ ખ્યાલમાં આવે છે ને? ‘જાણનાર’, ‘જાણનાર’ ‘જાણનાર’ છે ને? તે માત્ર વર્તમાન પૂરતું ‘સત્’ નથી. તે તત્ત્વ પોતાને ત્રિકાળ સત્ જણાવી રહ્યું છે, પણ તું તેની માત્ર ‘વર્તમાન અસ્તિ’ માને છે! જે તત્ત્વ વર્તમાનમાં છે તે ત્રિકાળી હોય જ. વિચાર કરતાં આગળ વધાય. અનંત કાળમાં બધું કર્યું, એક ત્રિકાળી સત્ને શ્રદ્ધ્યું નથી. ૧૪૦.
અજ્ઞાની જીવને અનાદિનો વિભાવનો અભ્યાસ છે; મુનિને સ્વભાવનો અભ્યાસ વર્તે છે. પોતે પોતાની સહજ દશા પ્રાપ્ત કરી છે. જરા પણ ઉપયોગ બહાર જાય કે તરત સહજપણે પોતા તરફ વળી જાય છે. બહાર આવવું પડે તે બોજો – ઉપાધિ લાગે છે. મુનિઓને અંદર સહજ દશા — સમાધિ છે. ૧૪૧.
હંમેશાં આત્માને ઊર્ધ્વ રાખવો. ખરી જિજ્ઞાસા હોય તેને પ્રયાસ થયા વિના રહેતો નથી. ૧૪૨.