Benshreena Vachanamrut (Gujarati). Bol: 136-139.

< Previous Page   Next Page >


Page 43 of 186
PDF/HTML Page 60 of 203

 

background image
બહેનશ્રીનાં વચનામૃત
૪૩
સમકિત પહેલાં પણ વિચાર દ્વારા નિર્ણય થઈ શકે
છે, ‘આ આત્મા’ એમ પાકો નિર્ણય થાય છે. ભલે હજુ
અનુભૂતિ ન થઈ હોય તોપણ પહેલાં વિકલ્પ સહિતનો
નિર્ણય હોય છે ખરો
. ૧૩૬.
ચૈતન્યપરિણતિ તે જ જીવન છે. બહારનું તો અનંત
વાર મળ્યું, અપૂર્વ નથી, પણ અંદરનો પુરુષાર્થ તે જ
અપૂર્વ છે. બહાર જે સર્વસ્વ મનાઈ ગયું છે તે પલટીને
સ્વમાં સર્વસ્વ માનવાનું છે. ૧૩૭.
રુચિ રાખવી. રુચિ જ કામ કરે છે. પૂજ્ય
ગુરુદેવે ઘણું દીધું છે. તેઓશ્રી અનેક રીતે સમજાવે
છે. પૂજ્ય ગુરુદેવનાં વચનામૃતોના વિચારનો પ્રયોગ
કરવો
. રુચિ વધારતા જવી. ભેદજ્ઞાન માટે તીખી
રુચિ જ કામ કરે છે. ‘જ્ઞાયક’, ‘જ્ઞાયક’, ‘જ્ઞાયક
એની જ રુચિ હોય તો પુરુષાર્થનું વલણ થયા વિના રહે
નહિ
. ૧૩૮.
ઊંડાણમાંથી લગની લગાડીને પુરુષાર્થ કરે તો વસ્તુ
મળ્યા વિના રહે નહિ. અનાદિ કાળથી લગની લાગી જ