૪૨
બહેનશ્રીનાં વચનામૃત
જો પ્રતીતમાં ફેર પડ્યો તો સંસાર ઊભો છે. ૧૩૧.
✽
જેમ લીંડીપીપરનું લઢણ કરવાથી તીખાશ પ્રગટ થાય
છે, તેમ જ્ઞાયકસ્વભાવનું લઢણ કરવાથી અનંત ગુણો
પ્રગટે છે. ૧૩૨.
✽
જ્ઞાની ચૈતન્યની શોભા નિહાળવા માટે કુતૂહલ-
બુદ્ધિવાળા — આતુર હોય છે. અહો! તે પરમ પુરુષાર્થી
મહાજ્ઞાનીઓની દશા કેવી હશે કે અંદર ગયા તે બહાર
આવતા જ નથી! ધન્ય તે દિવસ કે જ્યારે બહાર આવવું
જ ન પડે. ૧૩૩.
✽
મુનિએ બધા વિભાવો પર વિજય મેળવી પ્રવ્રજ્યારૂપ
સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું છે. વિજયધ્વજ ફરકી રહ્યો
છે. ૧૩૪.
✽
એક એક દોષને ગોતી ગોતીને ટાળવા નથી
પડતા. અંદર નજર ઠેરવે તો ગુણરત્નાકર પ્રગટે અને
બધા દોષનો ભૂકો બોલી જાય. આત્મા તો અનાદિ –
અનંત ગુણોનો પિંડ છે. ૧૩૫.
✽