બહેનશ્રીનાં વચનામૃત
૪૧
તારા નથી તો બહારના સંયોગ તો ક્યાંથી તારા
હોય? ૧૨૭.
✽
આત્મા તો જાણનાર છે. આત્માની જ્ઞાતાધારાને કોઈ
રોકી શકતું નથી. ભલે રોગ આવે કે ઉપસર્ગ આવે,
આત્મા તો નીરોગ ને નિરુપસર્ગ છે. ઉપસર્ગ આવ્યો તો
પાંડવોએ અંદર લીનતા કરી, ત્રણે તો કેવળ પ્રગટાવ્યું.
અટકે તો પોતાથી અટકે છે, કોઈ અટકાવતું નથી. ૧૨૮.
✽
ભગવાનની આજ્ઞાથી બહાર પગ મૂકીશ તો ડૂબી
જઈશ. અનેકાન્તનું જ્ઞાન કર તો તારી સાધના યથાર્થ
થશે. ૧૨૯.
✽
નિજચૈતન્યદેવ પોતે ચક્રવર્તી છે, એમાંથી અનંત
રત્નોની પ્રાપ્તિ થશે. અનંત ગુણોની ૠદ્ધિ જે પ્રગટે તે
પોતામાં છે. ૧૩૦.
✽
શુદ્ધોપયોગથી બહાર આવીશ નહિ; શુદ્ધોપયોગ
તે જ સંસારથી ઊગરવાનો માર્ગ છે. શુદ્ધોપયોગમાં
ન રહી શકે તો પ્રતીત તો યથાર્થ રાખજે જ.