૪૦
પ્રગટ કરતાં તે રમ્યતા જણાય છે. સ્વાનુભૂતિની રમ્યતા પણ કોઈ જુદી જ છે, અનુપમ છે. ૧૨૩.
શુદ્ધ આત્માનું સ્વરૂપ બતાવવામાં ગુરુનાં અનુભવપૂર્વક નીકળેલાં વચનો રામબાણ જેવાં છે, જેનાથી મોહ ભાગી જાય છે અને શુદ્ધાત્મતત્ત્વનો પ્રકાશ થાય છે. ૧૨૪.
આત્મા ન્યારા દેશમાં વસનારો છે; પુદ્ગલનો કે વાણીનો દેશ તેનો નથી. ચૈતન્ય ચૈતન્યમાં જ રહેનાર છે. ગુરુ તેને જ્ઞાનલક્ષણ દ્વારા ઓળખાવે છે. તે લક્ષણ દ્વારા અંદર જઈને શોધી લે આત્માને. ૧૨૫.
પર્યાય પરની દ્રષ્ટિ છોડી દ્રવ્ય પર દ્રષ્ટિ દે તો માર્ગ મળે જ. જેને લાગી હોય તેને પુરુષાર્થ ઊપડ્યા વિના રહેતો જ નથી. અંદરથી કંટાળે, થાકે, ખરેખરનો થાકે, તો પાછો વળ્યા વિના રહે જ નહિ. ૧૨૬.
કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી. વિભાવ પણ