બહેનશ્રીનાં વચનામૃત
૪૯
આજ્ઞાએ રહેવું તે તો પરમ સુખ છે. કર્મજનિત
વિભાવમાં જીવ દબાઈ રહ્યો છે. ગુરુની આજ્ઞાએ
વર્તવાથી કર્મ સહેજે દબાય છે અને ગુણ પ્રગટે
છે. ૧૫૯.
✽
જેમ કમળ કાદવ અને પાણીથી જુદું જ રહે છે
તેમ તારું દ્રવ્ય કર્મ વચ્ચે રહ્યું હોવા છતાં કર્મથી જુદું
જ છે; તે ગયા કાળે એકમેક નહોતું, વર્તમાનમાં નથી,
ભવિષ્યમાં નહિ થાય. તારા દ્રવ્યનો એક પણ ગુણ
પરમાં ભળી જતો નથી. આવું તારું દ્રવ્ય અત્યંત શુદ્ધ
છે તેને તું ઓળખ. પોતાનું અસ્તિત્વ ઓળખતાં પરથી
જુદાપણું જણાય જ છે. ૧૬૦.
✽
સંસારથી ભયભીત જીવોને કોઈ પણ પ્રકારે આત્માર્થ
પોષાય તેવો ઉપદેશ ગુરુ આપે છે. ગુરુનો આશય
સમજવા શિષ્ય પ્રયત્ન કરે છે. ગુરુની કોઈ પણ વાતમાં
તેને શંકા ન થાય કે ગુરુ આ શું કહે છે! તે એમ
વિચારે કે ગુરુ કહે છે તે તો સત્ય જ છે, હું સમજી
શકતો નથી તે મારી સમજણનો દોષ છે. ૧૬૧.
✽