૫૦
બહેનશ્રીનાં વચનામૃત
દ્રવ્ય સદા નિર્લેપ છે. પોતે જાણનાર જુદો જ,
તરતો ને તરતો છે. જેમ સ્ફટિકમાં પ્રતિબિંબો દેખાવા
છતાં સ્ફટિક નિર્મળ છે, તેમ જીવમાં વિભાવો જણાવા
છતાં જીવ નિર્મળ છે — નિર્લેપ છે. જ્ઞાયકપણે પરિણમતાં
પર્યાયમાં નિર્લેપતા થાય છે. ‘આ બધા જે કષાયો —
વિભાવો જણાય છે તે જ્ઞેયો છે, હું તો જ્ઞાયક છું’ એમ
ઓળખે — પરિણમન કરે તો પ્રગટ નિર્લેપતા થાય
છે. ૧૬૨.
✽
આત્મા તો ચૈતન્યસ્વરૂપ, અનંત અનુપમ ગુણવાળો
ચમત્કારિક પદાર્થ છે. જ્ઞાયકની સાથે જ્ઞાન જ નહિ,
બીજા અનંત આશ્ચર્યકારી ગુણો છે જેનો કોઈ અન્ય
પદાર્થ સાથે મેળ ખાય નહિ. નિર્મળ પર્યાયે પરિણમતાં,
જેમ કમળ સર્વ પાંખડીએ ખીલી ઊઠે તેમ આત્મા
ગુણરૂપ અનંત પાંખડીએ ખીલી ઊઠે છે. ૧૬૩.
✽
ચૈતન્યદ્રવ્ય પૂર્ણ નીરોગ છે. પર્યાયમાં રોગ છે. શુદ્ધ
ચૈતન્યની ભાવના પર્યાયરોગ ચાલ્યો જાય એવું ઉત્તમ
ઔષધ છે. શુદ્ધ ચૈતન્યભાવના તે શુદ્ધ પરિણમન છે,
શુભાશુભ પરિણમન નથી. તેનાથી અવશ્ય સંસારરોગ