જાય. વીતરાગ દેવ અને ગુરુનાં વચનામૃતોનું હાર્દ સમજીને શુદ્ધ ચૈતન્યભાવનારૂપ ઉપાદાન – ઔષધનું સેવન કરવામાં આવે તો ભવરોગ ટળે છે; તેથી વીતરાગનાં વચનામૃતને ભવરોગનાં નિમિત્ત-ઔષધ કહેવામાં આવ્યાં છે. ૧૬૪.
જેને ચૈતન્યદેવનો મહિમા નથી તેને અંદર વસવાટ કરવો દુર્લભ છે. ૧૬૫.
હે શુદ્ધાત્મા! તું મુક્તસ્વરૂપ છો. તને ઓળખવાથી પાંચ પ્રકારનાં પરાવર્તનોથી છુટાય છે માટે તું સંપૂર્ણ મુક્તિને દેનાર છો. તારા પર એકધારી દ્રષ્ટિ રાખવાથી, તારા શરણે આવવાથી, જન્મમરણ ટળે છે. ૧૬૬.
વાણીથી અને વિભાવોથી જુદું છતાં કથંચિત્ ગુરુવચનોથી જાણી શકાય એવું જે ચૈતન્યતત્ત્વ તેની અગાધતા, અપૂર્વતા, અચિંત્યતા ગુરુ બતાવે છે. શુભાશુભ ભાવોથી દૂર ચૈતન્યતત્ત્વ પોતામાં વસે છે એવું ભેદજ્ઞાન ગુરુવચનોથી કરી જે શુદ્ધદ્રષ્ટિવાળો થાય તેને યથાર્થ દ્રષ્ટિ થાય, લીનતાના અંશ વધે, મુનિદશામાં વધારે લીનતા