૫૬
બહેનશ્રીનાં વચનામૃત
છે’ એમ બધું આવે, પણ જ્યાં અંદર જાય ત્યાં બધું છૂટી
જાય છે. એક એક વિકલ્પ છોડવા જાય તો કાંઈ છૂટે
નહિ, અંદર જાય ત્યાં બધું છૂટી જાય છે. ૧૮૦.
✽
નિર્વિકલ્પ દશામાં ‘આ ધ્યાન છે, આ ધ્યેય છે’ એવા
વિકલ્પો તૂટી ગયા હોય છે. જોકે જ્ઞાનીને સવિકલ્પ દશામાં
પણ દ્રષ્ટિ તો પરમાત્મતત્ત્વ પર જ હોય છે, તોપણ પંચ
પરમેષ્ઠી, ધ્યાતા-ધ્યાન-ધ્યેય ઇત્યાદિ સંબંધી વિકલ્પો
પણ હોય છે; પરંતુ નિર્વિકલ્પ સ્વાનુભૂતિ થતાં વિકલ્પજાળ
છૂટી જાય છે, શુભાશુભ વિકલ્પો રહેતા નથી. ઉગ્ર
નિર્વિકલ્પ દશામાં જ મુક્તિ છે. — એવો માર્ગ છે. ૧૮૧.
✽
‘વિકલ્પો છોડું’, ‘વિકલ્પો છોડું’ એમ કરવાથી
વિકલ્પો છૂટતા નથી. હું આ જ્ઞાયક છું, અનંતી વિભૂતિથી
ભરેલું તત્ત્વ છું — એમ અંદરથી ભેદજ્ઞાન કરે તો તેના
બળથી નિર્વિકલ્પતા થાય, વિકલ્પો છૂટે. ૧૮૨.
✽
ચૈતન્યદેવ રમણીય છે, તેને ઓળખ. બહાર
રમણીયતા નથી. શાશ્વત આત્મા રમણીય છે, તેને ગ્રહણ
કર. ક્રિયાકાંડનો આડંબર, વિવિધ વિકલ્પરૂપ કોલાહલ,