આવતાં ક્યાંય રસ લાગતો નથી. ૧૭૭.
પહેલાં ધ્યાન સાચું હોતું નથી. પહેલાં જ્ઞાન સાચું થાય છે કે — આ શરીર, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ બધાંથી જુદો હું છું; અંદરમાં વિભાવ થાય તે હું નથી; ઊંચામાં ઊંચા શુભભાવ તે હું નથી; બધાંથી જુદો હું જ્ઞાયક છું. ૧૭૮.
ધ્યાન તે સાધકનું કર્તવ્ય છે. પણ તે તારાથી ન થાય તો શ્રદ્ધા તો બરાબર કરજે જ. તારામાં અગાધ શક્તિ ભરી છે; તેનું યથાર્થ શ્રદ્ધાન તો અવશ્ય કરવાયોગ્ય છે. ૧૭૯.
અંદર ઉપયોગ જાય ત્યાં બધા નયપક્ષ છૂટી જાય છે; આત્મા જેવો છે તેવો અનુભવમાં આવે છે. જેમ ગુફામાં જવું હોય તો પ્રવેશદ્વાર સુધી વાહન આવે, પછી પોતાને એકલાને અંદર જવું પડે, તેમ ચૈતન્યની ગુફામાં જીવ પોતે એકલો અંદર જાય છે, ભેદવાદો બધા છૂટી જાય છે. ઓળખવા માટે ‘ચેતન કેવો છે’, ‘આ જ્ઞાન છે’, ‘આ દર્શન છે’, ‘આ વિભાવ છે’, ‘આ કર્મ છે’, ‘આ નય