૫૪
બહાર ઊભાં ઊભાં બહારની ચીજો, ધમાલ જોતાં અશાન્તિ રહે છે; પરંતુ જેને ઘર મળી ગયું છે તેને ઘરમાં રહ્યાં રહ્યાં બહારની ચીજો, ધમાલ જોતાં શાન્તિ રહે છે; તેમ જેને ચૈતન્યઘર મળી ગયું છે, દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ છે, તેને ઉપયોગ બહાર જાય ત્યારે પણ શાન્તિ રહે છે. ૧૭૪.
સાધક જીવને પોતાના અનેક ગુણોની પર્યાયો નિર્મળ થાય છે, વિકસે છે. જેમ નંદનવનમાં અનેક વૃક્ષોનાં વિવિધ પ્રકારનાં પત્ર-પુષ્પ-ફળાદિ ખીલી ઊઠે, તેમ સાધક આત્માને ચૈતન્યરૂપી નંદનવનમાં અનેક ગુણોની વિવિધ પ્રકારની પર્યાયો ખીલી ઊઠે છે. ૧૭૫.
મુક્તદશા પરમાનંદનું મંદિર છે. તે મંદિરમાં નિવાસ કરતા મુક્ત આત્માને અસંખ્ય પ્રદેશે અનંત આનંદ પરિણમે છે. આ મોક્ષરૂપ પરમાનંદમંદિરનો દરવાજો સામ્યભાવ છે. જ્ઞાયકભાવે પરિણમીને વિશેષ સ્થિરતા થવાથી સામ્યભાવ પ્રગટે છે. ૧૭૬.
ચૈતન્યની સ્વાનુભૂતિરૂપ ખીલેલા નંદનવનમાં સાધક આત્મા આનંદમય વિહાર કરે છે. બહાર