Benshreena Vachanamrut (Gujarati). Bol: 172-174.

< Previous Page   Next Page >


Page 53 of 186
PDF/HTML Page 70 of 203

 

બહેનશ્રીનાં વચનામૃત
૫૩

ચૈતન્યનો મહિમા અને સંસારનો મહિમા બે સાથે ન રહી શકે. કેટલાક જીવો માત્ર ક્ષણિક વૈરાગ્ય કરે કે સંસાર અશરણ છે, અનિત્ય છે, તેમને ચૈતન્યની સમીપતા ન થાય. પણ ચૈતન્યના મહિમાપૂર્વક જેને વિભાવોનો મહિમા છૂટી જાય, ચૈતન્યની કોઈ અપૂર્વતા લાગવાથી સંસારનો મહિમા છૂટી જાય, તે ચૈતન્યની સમીપ આવે છે. ચૈતન્ય કોઈ અપૂર્વ ચીજ છે; તેની ઓળખાણ કરવી, તેનો મહિમા કરવો. ૧૭૧.

જેમ કોઈ રાજમહેલને પામી પાછો બહાર આવે તો ખેદ થાય, તેમ સુખધામ આત્માને પામી બહાર આવી જવાય તો ખેદ થાય છે. શાંતિ અને આનંદનું સ્થાન આત્મા જ છે, તેમાં દુઃખ અને મલિનતા નથીએવી દ્રષ્ટિ તો જ્ઞાનીને નિરંતર રહે છે. ૧૭૨.

આંખમાં કણું ન સમાય, તેમ વિભાવનો અંશ હોય ત્યાં સુધી સ્વભાવની પૂર્ણતા ન થાય. અલ્પ સંજ્વલન- કષાય પણ છે ત્યાં સુધી વીતરાગતા અને કેવળજ્ઞાન ન થાય. ૧૭૩.

હું છું ચૈતન્ય.’ જેને ઘર મળ્યું નથી એવા માણસને