Benshreena Vachanamrut (Gujarati). Bol: 186-188.

< Previous Page   Next Page >


Page 58 of 186
PDF/HTML Page 75 of 203

 

૫૮

બહેનશ્રીનાં વચનામૃત

આત્મામાં નવીનતાઓનો ભંડાર છે. ભેદજ્ઞાનના અભ્યાસ વડે જો તે નવીનતાઅપૂર્વતા પ્રગટ ન કરી, તો મુનિપણામાં જે કરવાનું હતું તે અમે ન કર્યું. ૧૮૫.

ગૃહસ્થાશ્રમમાં વૈરાગ્ય હોય પણ મુનિરાજનો વૈરાગ્ય કોઈ જુદો જ હોય છે. મુનિરાજ તો વૈરાગ્યમહેલના શિખર ઉપરના શિખામણિ છે. ૧૮૬.

મુનિ આત્માના અભ્યાસમાં પરાયણ છે. તેઓ વારંવાર આત્મામાં જાય છે. સવિકલ્પ દશામાં પણ મુનિપણાની મર્યાદા ઓળંગીને વિશેષ બહાર જતા નથી. મર્યાદા છોડી વિશેષ બહાર જાય તો પોતાની મુનિદશા જ ન રહે. ૧૮૭.

ન બની શકે તે કાર્ય કરવાની બુદ્ધિ કરવી તે મૂર્ખતાની વાત છે. અનાદિથી જીવે એવું કર્યું છે કે ન બની શકે તે કરવાની બુદ્ધિ કરે છે અને બની શકે છે તે કરતો નથી. મુનિરાજને પરના કર્તૃત્વની બુદ્ધિ તો છૂટી ગઈ છે અને આહાર-વિહારાદિના અસ્થિરતારૂપ વિકલ્પો પણ ઘણા જ મંદ હોય છે. ઉપદેશનો પ્રસંગ