Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 166

 

background image
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
___________________________________________________________
નિર્વિકલ્પ આત્માનુભવ, સતત વર્તતી જ્ઞાતાધારા,
સ્વરૂપસ્થિરતાની સહજ પરિણતિ વગેરેનો-અદ્ભુત મહિમા
અંદરથી જરૂર આવશે.
આ અવતરણો ખરેખર અધ્યાત્મ-અમૃતસરિતા જ છે.
આત્માર્થી જીવોએ તેનું વાંચન તથા તેના ઉપર ગહન વિચાર-
મનન અવશ્ય કરવા યોગ્ય છે અને એમ કરવાથી જરૂર અપૂર્વ
આત્મલાભ થશે.
અંતમાં-એ જ ભાવના કે પરમોપકારી પરમપૂજ્ય
સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના અનુપમ ઉપકાર તળે જેમણે
ભવાન્તકારી મંગળ અધ્યાત્મસાધના સાધી લીધી છે એવા
સ્વાનુભવપરિણત વિશિષ્ટજ્ઞાનધારી પ્રશમમૂર્તિ ધર્મરત્ન પૂજ્ય
બહેનશ્રી ચંપાબેનના પવિત્ર જીવન સંબંધી આ સંકલન
સંશોધક આત્માર્થી જીવોને તેના ઊંડા અવગાહન દ્વારા
આત્મસાધનાની સમ્યક્ પ્રેરણા, દિશા અને પુરુષાર્થની પ્રાપ્તિમાં
નિમિત્તરૂપ હો.
*
વિ. સંવત ૨૦પ૧ શ્રાવણ વદ-૧૪
તારીખ ૨પ-૮-૧૯૯પ
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ