મુમુક્ષુજગત ઉપર અકથ્ય અનંત ઉપકાર છે. તેઓશ્રીના
અનેકવિધ ઉપકારોમાંનો એક મહાન ઉપકાર એ છે કે તેઓશ્રીએ
મુમુક્ષુજગતને પ્રશમમૂર્તિ ભગવતી માતા પૂજ્ય બહેનશ્રી
ચંપાબેનની, સ્વાનુભવભીની શુદ્ધાત્મસાધનાથી અને ધર્મ સાથે
સંબંધવાળા આશ્ચર્યકારી જાતિસ્મરણજ્ઞાનથી વિભૂષિત, પવિત્ર
અલૌકિક અંતરંગદશાની યથાતથ ઓળખાણ કરાવી છે. આત્માર્થી
જીવોને આત્માર્થ સાધવામાં લાભનું કારણ થાય એ હેતુએ
પરમપૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ, સુવર્ણપુરીમાં તેમ જ
પ્રવાસ દરમ્યાન અનેક ગામોમાં પ્રવચનસભા ને તત્ત્વચર્ચા પ્રસંગે
અતિ પ્રસન્નતાપૂર્વક ઉચ્ચારેલા-પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની
અધ્યાત્મસાધના, જાતિસ્મરણજ્ઞાન અને ‘બહેનશ્રીનાં વચનામૃત’
પુસ્તક સંબંધી-કેટલાક અહોભાવભીના ‘હૃદયોદ્ગારો’ અત્રે
આપવામાં આવ્યા છે, કે જેનું ભક્તિભાવભીનું અધ્યયન સુપાત્ર
જીવોને પોતાના જીવન ઘડતરમાં અવશ્ય લાભરૂપ થશે.
સ્વાનુભવરસભીનાં કેટલાંક લખાણોમાંથી થોડાંક અવતરણો
વીણીને આપવામાં આવ્યાં છે. આ અવતરણોનું ઊંડાણથી
અવલોકન કરતાં આત્માર્થના અભ્યાસીને તેમની અંતરંગ
પરિણતિનો-સહજ જ્ઞાન, વૈરાગ્ય, ઉપશમ, ઉદાસીનતા,