Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 90 of 153
PDF/HTML Page 103 of 166

 

background image
૯૦ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહક્ષેત્રમાં પધાર્યા હતા, તે પ્રસંગ
ઘણી વાર યાદ આવે છે.
મહા સમર્થ કુંદકુંદાચાર્ય દેવનાં ચરણોમાં નમસ્કાર હો,
વંદન હો.
આ જીવે દેવાભાઈના ભવમાં જોયેલું છે તે યાદ આવે છે.
સમવસરણમાં સીમંધર ભગવાનની વાણીમાં આવ્યું હતું કે
આ રાજકુમાર ભવિષ્યે તીર્થંકર થવાના છે તે વાત પણ વારંવાર
યાદ આવ્યા કરે છે; અને કહાન ગુરુદેવ પ્રત્યે બહુ મહિમા આવે
છે ને હૃદય નમી પડે છે.
આશ્ચર્યકારી અને દિવ્યમુદ્રાધારી સીમંધર ભગવાનની
મુદ્રાનું શું વર્ણન થાય! ભગવાનની દિવ્ય વાણીના અવાજની
મધુરતાનું શું વર્ણન થાય! ત્રિલોકીનાથ સીમંધર ભગવાનનાં
ચરણોમાં હૃદય નમી પડે છે.
પરમ મહિમાના ભંડાર જિનેન્દ્ર ભગવાનની શું મહિમા
થાય! ભગવાનનાં ચરણકમળોમાં આ દાસના વારંવાર નમસ્કાર.
સમવસરણને, વિદેહક્ષેત્રને ઉપમાયોગ્ય અહીં કોઈ વસ્તુ
નથી. મહાવિદેહક્ષેત્રના મહેલો ને મકાનો પણ કેવી રીતે જણાવી
શકાય! સમવસરણની વસ્તુને તો ક્યાંથી ઉપમા આપી શકાય!
આ ભરતક્ષેત્રમાં કોઈ એવો પ્રકાર નથી કે મહાવિદેહક્ષેત્રની કોઈ
પણ વસ્તુને આ ચર્મચક્ષુથી જોઈ શકાય અથવા તુલના કરીને
વર્ણવી શકાય.