Benshreeno Gnan Vaibhav (Gujarati). Aajod Ratna Gurudevne Namaskar.

< Previous Page   Next Page >


Page 95 of 153
PDF/HTML Page 108 of 166

 

background image
જાતિસ્મરણજ્ઞાન ૯પ
________________________________________________________
ચાલતા નથી તો પણ મધુરી ધ્વનિ આવ્યા કરે છે, ચૌદ બ્રહ્માંડનું
સ્વરૂપ કહી રહ્યા છે. આ બધી વાતનું શું વર્ણન થાય! આશ્ચર્ય
લાગવાથી લખાઈ જાય છે; વિશેષ વિસ્તાર જણાતો નથી.
પૂજ્ય ગુરુદેવની ભક્તિને કારણે આ બધી વાત લખાઈ
જાય છે.
ભાવી તીર્થાધિનાથ કહાનગુરુદેવને
પરમ ભક્તિથી નમસ્કાર.
**
૨૦૨૭, આસો વદ બારશ
શ્રુતસમુદ્રમાં કેલી કરનાર અજોડ રત્ન ગુરુદેવને
પરમ ભક્તિથી નમસ્કાર.
પૂર્વભવનું નૌવલપુર નગર યાદ આવે છે. તે નગરમાં
જિનેન્દ્રમંદિરોનો કોઈ મહોત્સવ હતો તે સ્મરણમાં આવે છે. તે
નગરના રાજા, ફતેહકુમારના પિતાજી તરફથી તે ઓચ્છવ થતો
હતો.
જિનમંદિરો શણગારવામાં આવેલ હતાં. તે મહોત્સવમાં
રાજકુમારના પિતાજી દીપોહમંદ રાજા તથા રાજકુમાર બધા
સામેલ હતા. જિનમંદિરમાં ભવ્ય દિગંબર રત્નમય પ્રતિમાજી
બિરાજી રહ્યાં હતાં. એ રત્નમય જિનપ્રતિમાની શું મહિમા થાય!
તેનો વિશેષ વિસ્તાર યાદ આવતો નથી.
પૂર્વભવે મહાવિદેહક્ષેત્રમાં બીજા કોઈ નગરમાં માતાપિતા