Benshreeno Gnan Vaibhav (Gujarati). Chaitanyaras Ni Dhara Varsavnar Gurudevne Namaskar.

< Previous Page   Next Page >


Page 97 of 153
PDF/HTML Page 110 of 166

 

background image
જાતિસ્મરણજ્ઞાન ૯૭
________________________________________________________
આ સ્મરણ સાવ સ્પષ્ટ છે; વિશેષ વિસ્તાર જણાતો નથી;
જે યાદ આવે છે, જણાય છે તે બધું મધ્યસ્થભાવથી લખાય છે.
(આ પ્રકારનું થોડું સ્મરણ ૨૦૨૨ અને ૨૦૨૩ની સાલમાં
આવ્યું હતું.)
ચૈતન્યરસની ધારા વરસાવનાર પરમ ઉપકારી
શ્રી ગુરુદેવનાં ચરણકમળોમાં
પરમ ભક્તિથી નમસ્કાર
**
(૨૦૨૮, કારતક વદ આઠમે લખાયેલ)
ભગવાનના સમોસરણમાં, રત્નોના રંગોના પ્રકાશવાળી
એવી વિશાળ ઊંચી મંગળમય પીઠિકાઓ ઉપર, રત્ન તથા હીરા
જેવી વસ્તુઓ જડિત સિંહાસન તથા અનેક પાંખડીઓના
દળવાળા રત્નમય સુંગંધી કમળનાં આસનોમાં અધ્ધર, પ્રકાશના
પુંજ એવા સીમંધર ભગવાન બિરાજી રહ્યા હતા, ચૌદ બહ્માંડના
પદાર્થોનું અજાયબ સ્વરૂપ દિવ્ય ધ્વનિ દ્વારા કહી રહ્યા હતા.
ભગવાનની ઉપર રત્નોનાં શિખરોનો દેખાવ હતો. તે
શિખરોની નીચે ચારે બાજુ રત્નોનાં પુષ્પો અને રત્નોની
વસ્તુઓના શણગારની શોભા અપાર હતી. આ બધી વસ્તુઓ
દિવ્ય છે; એનું શું વર્ણન થાય!
વિશેષ વિસ્તાર જણાતો નથી.
પ્રકાશમય અને મંગળના પુંજસ્વરૂપ, મંગળકર્તા સીમંધર