Benshreeno Gnan Vaibhav (Gujarati). Aapurva Upkari Gurudev Ne Namaskar.

< Previous Page   Next Page >


Page 102 of 153
PDF/HTML Page 115 of 166

 

background image
૧૦૨ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
અહો! એ સીમંધરભગવાનનાં ચરણકમળોમાં
પરમ ભક્તિથી નમસ્કાર, વારંવાર નમસ્કાર
અપૂર્વ શ્રુતધારા વરસાવનાર ભાવી તીર્થાધિનાથ
કહાનગુરુદેવનાં ચરણકમળોમાં
પરમ ભક્તિથી નમસ્કાર.
**
૨૦૩૪, ભાદરવા સુદ છઠ-સાતમ
અપૂર્વ ઉપકારી ગુરુદેવને નમસ્કાર.
અનંત કાળમાં પરિભ્રમણ કરતાં ચાર ગતિમાં જીવે ઘણાં
દુઃખો સહ્યાં છે. તિર્યંચગતિમાં સહેલાં ભૂખ-પ્યાસ વગેરે
પરાધીનતાનાં અનેક પ્રકારનાં દુઃખો માતાના ગર્ભોમાં સંજ્ઞી
પંચેન્દ્રિયપણે સહેલાં બંદીખાનામાં અનેક પ્રકારનાં દુઃખો તે યાદ
આવે છે, અને વૈરાગ્ય આવે છે. (વિશેષ વિસ્તાર જણાતો નથી.)
નરકના જીવોનાં દુઃખો અને નરકભૂમિ તો પ્રત્યક્ષની જેમ
નજર સમક્ષ તરે છે. જીવ ચારે ગતિમાં દુઃખો સહતો આવ્યો છે.
કોઈ વાર આ જીવ દેવલોકની રત્નમય ભૂમિમાં વિહાર
કરતો હતો, મનુષ્યભવમાં વિદેહક્ષેત્રમાં મોટા શરીરપણે મોટાં
મહેલ જેવાં મકાનોમાં ફરતો હતો, માતપિતાના લાડમાં રહેતો
હતો, સમવસરણમાં ભગવાનની વાણી સાંભળતો હતો, વગેરે
યાદ આવે છે.
કેટલીક વાર માતપિતાની સાથે મોટા રથ સરીખું વાહન