જાતિસ્મરણજ્ઞાન ૧૦૧
________________________________________________________
હતા તે યાદ આવતું નથી.
સીમંધર ભગવાનની દિવ્ય ધ્વનિમાં ચૈતન્યતત્ત્વનું, ત્રણ
લોકનું, ચૌદ બહ્માંડનાં તત્ત્વોના સૂક્ષ્મ ભાવોનું ચમત્કારી ચિત્ર
ખડું થતું હતું. સાંભળતાં એમ થતું હતું કે અહાહા! તત્ત્વોનું આવું
આશ્ચર્યકારી સ્વરૂપ છે!
વિશેષ વિસ્તાર યાદ આવતો નથી.
ફતેહમંદ રાજકુમાર અને અનેક સભાજનો ભગવાનની
વાણી સાંભળીને આશ્ચર્ય પામતા હતા.
અનેક પ્રકારના રત્નમય સમવસરણમાં સીમંધર ભગવાન
બિરાજી રહ્યા છે, જ્યાં ગણધર, મુનિવરો અને દેવદેવેન્દ્રો વસી
રહ્યા છે.
બાહ્ય અને અંતર રિદ્ધિસિદ્ધિથી ભરપૂર એવું મહાવિદેહક્ષેત્ર
અને ત્યાંની નગરીઓ યાદ આવે છે.
અહો! એ અનુપમ સીમંધર ભગવાન!
અહો! એ મધુરી દિવ્ય વાણી!
અહો! એ રત્નમય સમોસરણ!
અહો! એ મહાવિદેહક્ષેત્ર! ત્યાંની નગરીઓ! એ બધાંનું શું
વર્ણન થાય! મહિમા આવવાથી લખાય જાય છે.
ચૈતન્યદ્રવ્યની શુદ્ધ પરિણતિ તરફ-શુદ્ધાત્મામાં-ઉપયોગ
સહજ જાય તો પણ સાધકસ્થિતિ હોવાથી દેવ-ગુરુ-શાસ્ત્ર તરફ
ઉપયોગ ગયા વગર રહે નહિ.