૧૦૦ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
૨૦૨૯, (કારતક વદ ત્રીજે લખાયેલ)
શ્રી ગુરુદેવના પરમ પ્રતાપને નમસ્કાર
શ્રી દેવ–ગુરુ–શાસ્ત્રનાં ચરણોની સેવા હો
તે સર્વને પરમ ભક્તિથી નમસ્કાર.
(આ સ્મરણ અમુક પ્રકારે ૨૦૧૮ અને ૨૦૨૩ની સાલમાં
આવ્યું હતું)
મહાવિદેહક્ષેત્રમાં સમોસરણમાં સીમંધર ભગવાન બિરાજી
રહ્યા છે; ત્યાં જોવા માટે જ્ઞાનનો ઉપયોગ વારંવાર જાય છે,
વારંવાર યાદ આવે છે.
પૂર્વે દેવાભાઈના ભવમાં આ જીવે ભગવાનની વાણીમાં જે
ભાવો સાંભળ્યા હોય તે યાદ આવે છે.
ભગવાનની અભેદ વાણીમાં ચૈતન્યદેવના આશ્ચર્યકારી
સૂક્ષ્મ સૂક્ષ્મ અનંતા અનંત ભાવો આવતા હતા.
જ્ઞાન-ઉપયોગ વગેરે સત્દ્રવ્યોના સ્વરૂપના સૂક્ષ્મ સૂક્ષ્મ
ભાવો અનંતા આવતા હતા. અંગ-પૂર્વના, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ
વગેરે પૂર્વના એટલે કે આખા વિશ્વના સૂક્ષ્મ સૂક્ષ્મ અનંતા ભાવો
આવતા હતા.
અંગ-પૂર્વના શબ્દો સીમાવાળા હોય છે, ભગવાનની વાણીમાં
તો અસીમ અનંત ગંભીર રહસ્ય આવતું હતું. ચૌદ બહ્માંડનાં
તત્ત્વોના અનંત રસાંશો, અનંત ભાવાંશો સહિત અનંતા અનંતા
આશ્ચર્યકારી સૂક્ષ્મ સૂક્ષ્મ ભાવો આવતા હતા. શું આવતા