Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 99 of 153
PDF/HTML Page 112 of 166

 

background image
જાતિસ્મરણજ્ઞાન ૯૯
________________________________________________________
દરવાજામાં પ્રવેશ કરતાં આગળ જઈએ છીએ ત્યાં સીમંધર
ભગવાન બિરાજી રહ્યા છે. તે પરમ મહિમાધારી ભગવાનનું શું
વર્ણન થાય! કેમ કરી બતાવી શકાય!
સમોસરણની વિભૂતિ અને સીમંધર ભગવાન અંતરમાં
તરવરતાં હોવાથી “આ રહ્યા ભગવાન, આ રહ્યાં સમવસરણ”
એમ પ્રત્યક્ષની જેમ જણાતાં હોવાથી, મહિમા આવવાથી આ બધું
લખાઈ જાય છે. વિશેષ વિસ્તાર જણાતો નથી.
પંચમ કાળમાં જન્મ થયો તે ખેદ છે.
પરમ ઉપકારી, ભરતક્ષેત્રમાં અપૂર્વ શ્રુતધારા વરસાવનાર
મંગળમૂર્તિ ગુરુદેવને પરમ ભક્તિથી નમસ્કાર
**
અત્યારે ભરતક્ષેત્રમાં પણ પૂ. કહાનગુરુદેવની ચૈતન્યરસથી
ભરપૂર, અપૂર્વ રહસ્યમય નિરંતર વાણી સુણવાનો યોગ અને
ભાવીના તીર્થંકર ભગવાન એવા શ્રી કહાનગુરુદેવના પાવનકારી
આહારદાનના પ્રસંગો તેમ જ પૂ. ગુરુદેવના તીર્થયાત્રાના
અવસરો, શ્રી જિનેન્દ્ર પ્રતિમાઓના કલ્યાણક-અવસરો વગેરે
પુનિત પ્રસંગો તે બધા પુણ્યોદયે બને છે. તે પ્રસંગો યાદ કરતાં
ઉલ્લાસ આવે છે.
પૂજ્ય ગુરુદેવના ભવો યાદ આવ્યા કરે છે અને પૂજ્ય
કહાન ગુરુદેવ પ્રત્યે બહુ મહિમા આવે છે.
ભાવી તીર્થંકર વર્તમાનના ધર્મધુરંધર
ગુરુદેવને પરમ ભક્તિથી નમસ્કાર
**