Benshreeno Gnan Vaibhav (Gujarati). 3. Gurudev Na Hradayodgar.

< Previous Page   Next Page >


Page 121 of 153
PDF/HTML Page 134 of 166

 

background image
૧૧૪ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
ગુરુદેવના હૃદયોદ્ગાર
આ વિભાગમાં, પૂજ્ય બહેનશ્રી ચંપાબેન તથા ‘બહેનશ્રીનાં
વચનામૃત’ પુસ્તક સંબંધી પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી
કાનજીસ્વામીએ પ્રસન્નતાપૂર્વક ઉચ્ચારેલા હૃદયોદ્ગારો
આપવામાં આવ્યા છે. પ્રશમમૂર્તિ ભગવતી પૂજ્ય
બહેન શ્રી ચંપાબેનની-તેમની જન્મજયંતીના માંગલિક પ્રસંગે
તથા અન્ય દિવસોમાં (સોનગઢમાં તેમજ અન્યત્ર) પ્રવચન,
ચર્ચા ઇત્યાદિ સમયે અનેક વાર-નિર્મળ
સ્વાત્માનુભૂતિ, ધર્મોધોતકારી સાતિશય
જાતિસ્મરણજ્ઞાન, રગે રગમાં વ્યાપી ગયેલી નિર્માનતા,
સ્ફટિક સમી સ્વચ્છ સરળતા, પ્રશમરસનીતરતી ઉદાસીનતા
અને સાગર સમાન ગંભીરતા ઇત્યાદિ તેમના ગુણો
સંબંધી પૂજ્ય ગુરુદેવના શ્રીમુખેથી અત્યંત
અહોભાવપૂર્વક નીકળતા સહજ ઉદ્ગારોથી
સભાનું આખું વાતાવરણ અતિ
પ્રસન્ન થઈ જતું હતું.
પરમપૂજ્ય ગુરુદેવના શ્રીમુખેથી નીકળેલા પૂર્વ સમયના
તત્સંબંધી અનેક ઉદ્ગારોમાંથી કેટલાંક અહીં રજૂ કરવામાં આવ્યા
છે, કે જેનાં વાંચન-મનનથી મુમુક્ષહૃદયો પોતાના જીવન ઘડતરના
સમ્યક્ પુરુષાર્થની પ્રેરણા મેળવે.