Benshreeno Gnan Vaibhav (Gujarati). 4. Aadhyatma-Aamrut-Sarita.

< Previous Page   Next Page >


Page 146 of 153
PDF/HTML Page 159 of 166

 

background image
૧૩પ
________________________________________________________
અધ્યાત્મ–અમૃતસરિતા
આ વિભાગમાં, વૈરાગ્યમૂર્તિ આત્મજ્ઞાની પૂજ્ય બહેનશ્રી
ચંપાબેનનાં નાની વયનાં સ્વાનુભવરસભીનાં કેટલાંક
લખાણોમાંથી થોડાંક અવતરણો વીણીને આપવામાં આવ્યાં
છે. આ અવતરણોનું ઊંડાણથી અવલોકન કરતાં
આત્માર્થના અભ્યાસીને તેમની અંતરંગ પરિણતિનો
-સહજ જ્ઞાન, વૈરાગ્ય, ઉપશમ, ઉદાસીનતા,
નિર્વિકલ્પ આત્માનુભવ, સતત વર્તતી
જ્ઞાતાધારા, સ્વરૂપસ્થિરતાની સહજ
પરિણતિ વગેરેનો અદ્ભુત મહિમા
અંદરથી જરૂર આવશે. આ અવતરણો
ખરેખર અધ્યાત્મ-અમૃતસરિતા જ
છે. આત્માર્થી જીવોએ તેનું વાંચન
તથા તેના ઉપર ગહન વિચાર-
મનન અવશ્ય કરવા
યોગ્ય છે અને એમ
કરવાથી જરૂર
અપૂર્વ આત્મ-
લાભ થશે.