૧૩૬ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
અધ્યાત્મ– અમૃત– સરિતા
પૂજ્ય બહેનશ્રી ચંપાબહેનના હૃદયમાંથી પ્રવહેલી
હે શ્રી વીતરાગ! હવે તો તમારાં ચરણકમળ સેવવાની
બહુ ભાવના થઈ જાય છે.
સ્વરૂપ સિવાય કાર્મણ કોથળીના નિમિત્તે પ્રગટ થતો
સમસ્ત શુભાશુભ પરભાવ તે બોજારૂપ ને ઉપાધિરૂપ છે. તેના
પ્રત્યે કેટલીક વાર સહજપણે વિશેષ ઉદાસીનતા આવી જાય છે;
ને તે પ્રત્યે થાક લાગી-તે પ્રવૃત્તિથી અને તે પરિણતિથી થાક
લાગી-ચૈતન્યપ્રભુ તેનાથી વિશેષ ઉદાસીન થઈ સ્વ સ્વરૂપમાં
સહજપણે વિશેષ સ્થિત થાય છે.
અંતરંગ સ્થિતિ આવી હોવાના કારણે કેટલીક વાર બાહ્ય
સંગપ્રસંગ પ્રત્યે પણ ઉદાસીનતા આવી જાય છે, ને તે બાહ્ય
સંગપ્રસંગ ઉપાધિરૂપ ને બોજારૂપ લાગે છે. તેમાં પણ અપ્રશસ્ત
પરિચય વિશેષે કરી અરુચિકર લાગે છે; કારણ કે તેને પોતાની
આત્મસ્થિતિ સાથે મેળ નથી.
પ્રશસ્ત પરિચયમાં કેટલાક સંગપ્રસંગો પ્રવૃત્તિરૂપ લાગવાથી
તે પણ ઉપાધિરૂપ ને બોજારૂપ લાગે છે. અધૂરાશને