Benshreeno Gnan Vaibhav (Gujarati). 1993: ,.

< Previous Page   Next Page >


Page 149 of 153
PDF/HTML Page 162 of 166

 

background image
૧૩૮ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
વાંચન, વિચાર તથા સ્વરૂપસ્થિતિ અંતરંગ આત્મવીર્ય
ઊપડે છે તે પ્રકારે થયા કરે છે.
સાધકોની દશા જગતથી નિરાળી હોય છે. કોઈ કોઈ વાર
સ્વરૂપમાં સહજપણે-નિર્વિકલ્પપણે ઠરી જાય છે; અને વળી બહાર
આવે છે ત્યારે પણ ભેદજ્ઞાનની-જ્ઞાતાધારાની-સહજ સમાધિ
પરિણમતી હોય છે. સ્વરૂપમાં લીન થાય છે ત્યારે આત્માના
અચિંત્ય અનંત ગુણપરિણમનના તરંગોને વેદે છે. એમ થતાં
થતાં, સાધકધારા વધતાં વધતાં મુનિપણાની દશા પ્રગટતાં,
મુનિપણું આવે છે, અને ક્રમે કરી શ્રેણી માંડીને કેવળજ્ઞાન
પ્રગટાવે છે, સ્વપરપ્રકાશક-સ્વભાવવાળું જ્ઞાન પૂર્ણપણે પરિણમે
છે, આનંદ આદિ અનંત ગુણ પૂર્ણપણે પરિણમે છે. તે દશાને
ધન્ય છે. વારંવાર ધન્ય છે.
સુખ ને આનંદ સ્વરૂપમાં છે, વિભાવ બધો દુઃખરૂપ ને
ઉપાધિ રૂપ છે.
-૧૯૯૩
સૂક્ષ્મ ને તીક્ષ્ણ શ્રુતશૈલીથી, ચારે પડખેથી દિવ્ય અમૃતધોધ
વરસાવનાર અદ્ભુત ગુરુદેવનાં ચરણકમળમાં નમસ્કાર હો.