Benshreeno Gnan Vaibhav (Gujarati). 1993 1994.

< Previous Page   Next Page >


Page 150 of 153
PDF/HTML Page 163 of 166

 

background image
અધ્યાત્મ-અમૃતસરિતા ૧૩૯
________________________________________________________
પૂજ્ય ગુરુદેવે સમયસાર અદ્ભુત ને અપૂર્વ રીતે સમજાવ્યું
છે. એમ થઈ જાય છે કે-વાહ! ગુરુદેવ વાહ! મન-વચન-કાયા
આપની ચરણસેવામાં અર્પણ કરીએ તો પણ ઓછું છે એમ આજે
ભાવના થઈ જતી હતી. અહા! સમયસારમાં કોઈ અદ્ભુત
રહસ્ય ભર્યું છે. પણ જ્ઞાન ક્રમપૂર્વક ને અધૂરું હોવાથી એક સાથે
પૂરા ને પ્રગટ ઉપયોગાત્મકપણે બધાં રહસ્યો જાણી શકાતાં નથી.
તેથી એવી ભાવના થઈ જાય છે કે હે પ્રભુ! કોઈ એવી શક્તિ
કે પરિણમન પ્રગટો કે જેથી સર્વાંશે જ્ઞાનસ્વરૂપ પોતે જ, સહજ
જ્ઞાનરૂપે, પ્રગટ ઉપયોગાત્મકરૂપે, પૂર્ણાંશે પરિણમી જાય.
દ્રવ્યદ્રષ્ટિથી દ્રવ્ય પરિપૂર્ણ છે; પર્યાયમાં અધૂરાશ છે.
પુરુષાર્થ દ્વારા-ચૈતન્યનો જે વીર્ય ગુણ છે તે દ્વારા-
સાધકપણાની શ્રેણી વધે છે ને સાધ્ય પુરું થાય છે. પર્યાયની પૂર્ણ
નિર્મળતા થાય છે-તે ભેદ-અપેક્ષાની વાત છે. અભેદદ્રષ્ટિએ
અખંડ ગુણના પિંડસ્વરૂપ પોતે જ પરિણમીને પુરું થાય છે. ભેદ-
અભેદ વસ્તુસ્વભાવ અદ્ભુત છે!
પૂર્ણ સહજ સ્થિતિ જ જોઈએ છે. -૧૯૯૩
વિભાવપરિણતિના પ્રશસ્ત તરફના પ્રવૃત્તિયોગમાં વાંચન,
વિચાર વગેરેનું પ્રવર્તન છે; અભ્યંતરમાં-નિવૃત્તિયોગમાં-સર્વ
વિભાવથી જુદા એવા નિવૃત્ત સ્વરૂપમાં સહજસ્વરૂપે પરિણતિનું
પ્રવર્તન છે.