સાક્ષીસ્વભાવ, વીતરાગસ્વભાવ, અચિંત્ય ને અદ્ભુત એવું
આત્મદ્રવ્ય પોતાના સ્વભાવોને-તરંગોને વેદી રહ્યું છે, તેમાં
પરિણમી રહ્યું છે, કોઈ અદ્ભુતતામાં ખેલી રહ્યું છે!
વિચરતાં હશે તે પ્રસંગને ધન્ય છે! તેવા કાળે મુનિપણું લઈ ઘડીમાં
અપ્રમત્ત, ઘડીમાં પ્રમત્ત-એવી દશાને સાધી વીતરાગપર્યાયે પરિણમશું
ત્યારે ધન્ય થશે! અત્યારે પણ જેમ બને તેમ પુરુષાર્થ વધારી
નિર્મળ પર્યાયને વિશેષ વિશેષ પ્રગટ કરવી તે જ શ્રેયરૂપ છે.