સંક્ષિપ્ત જીવનપરિચય
આ વિભાગમાં, વિ. સં. ૨૦૪૦માં પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી
ચંપાબેનની ૭૧મી જન્મજયંતી પ્રસંગે રક્ષાબંધનપર્વદિને
આયોજિત-‘ક્હાન-એક્સપ્રેસ’ સ્પેશિયલ ટ્રેઇન દ્વારા
પૂજ્ય ભગવતીમાતા બહેનશ્રી સાથે તેમના જન્મધામની
યાત્રાના શુભાવસરે બહેનશ્રીના વડીલ બંધુ આદરણીય
વિદ્વદ્રત્ન પં. શ્રી હિંમતલાલ જે. શાહ દ્વારા
પ્રસ્તુત સંક્ષિપ્ત જીવનપરિચય આપવામાં
આવ્યો છે. આમાં વર્ણિત બહેનશ્રીની
બાલ્યાવસ્થાનાં-સાધના-અવસ્થાનાં-
મધુર સંસ્મરણોને, પોતાના
જીવનમાં આત્મહિતનું નિમિત્ત
થાય એ રીતે, ઉપયોગી
બનાવવા મુમુક્ષુઓને
ભલામણ છે.