ઘરે, થયો હતો.
માતુશ્રીનો સ્વર્ગવાસ થવાથી પૂજ્ય બહેનશ્રી ચંપાબેન કરાંચીમાં મોટાં બેનને
(સમરતબેનને) ત્યાં રહ્યાં. પૂજ્ય બાપા, મોટાભાઈ શ્રી વજુભાઈ અને હું-
અમે ત્રણ વઢવાણ રહ્યા. પૂજ્ય બહેનશ્રી ચંપાબેન લગભગ દસ-અગિયાર
વર્ષ કરાંચીમાં રહ્યાં. શાળાનો અભ્યાસ પણ તેમણે ત્યાં જ કર્યો. બુદ્ધિશાળી
હોવાથી શાળાના અભ્યાસમાં તેઓ પ્રાયઃ પ્રથમ નંબર રાખતાં.
ત્યારે બહુ જ થોડું માંડ બોલે. મોટાં બેન પાડોશીને ત્યાં કોઈ વસ્તુ લેવા
મોકલે કે ‘ચંપા! ચપ્પુ લઇ આવ’, તો તે તેમને ત્યાં જઇને ધીરી મધુર
વાણીથી કહેઃ ‘ચપ્પુ આપો ને!” પાડોશીને એ સાંભળવું એવું મીઠું લાગે કે
ફરીને બોલાવવા માટે તે પૂછેઃ ‘ચંપા! શું લેવા આવી છું? સમજાણું નહિ.’
‘ચપ્પુ આપો ને!’ એમ કહે ત્યારે તે ફરીથી