Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 8 of 153
PDF/HTML Page 21 of 166

 

background image
બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
કહેઃ ‘હજી કાંઇ સમજાણું નહિ.’ ત્યારે બહેનશ્રી ફરીને કહેઃ ‘ચપ્પુ આપો
ને!’- એમ, તેમની મધુર ભાષા સાંભળવા માટે, ફરી ફરીને બોલાવતા.
તેઓ સ્વભાવે નરમ પણ એટલાં જ હતાં. માળામાં નીચે પાણીના
સહિયારા નળ હતા. ત્યાં પાણી ભરવા જાય તો તેઓ એક બાજુ ઊભાં રહે.
તેમનો વારો આવે તો પણ પોતે ભીડની અંદર જઇને ભરી શકે નહિ. પછી એવી
છાપ પડી ગયેલી કે બીજાં બહેનો, જે ત્યાં હોય તે, કહેઃ ‘ચંપાને પાણી ભરી
લેવા દો! તે તો એક બાજુ ઊભી જ રહેશે, પાણી નહિ ભરી શકે.’ બહેનશ્રી
પહેલેથી આવાં નરમ સ્વભાવનાં હતાં. આવા ઘણા સદ્ગુણો તેમનામાં હતા.
બહેનશ્રીને બાળપણથી જ સદ્ગુણી વ્યક્તિઓ પ્રત્યે પ્રેમ હતો, તેમાંય
સતીઓનું તો ખૂબ આકર્ષણ. ‘સતીમંડળ’ નામનું પુસ્તક તેમને ઇનામમાં
મળેલ હતું; તેમાંથી સતીઓનાં ચરિત્રો તેઓ વાંચતાં તથા કેટલીક સતીઓનાં
ચરિત્રો સંબંધી રાસ- ગરબા તેઓ માળાના ચોગાનમાં ગવરાવતાં અને
અન્ય બાળાઓ ઝીલતી. બીજાં પણ નૈતિક પુસ્તકો, સદાચરણનાં પુસ્તકો
તેઓ વાંચતાં. એવાં સારાં સારા પુસ્તકો વાંચવાનો તેમને પહેલેથી જ પ્રેમ
હતો. તેમણે ધાર્મિક અભ્યાસ ઘરે બેઠાં બેઠાં વાંચીને, અથવા કોઇ બહેનની
સાથે સામાયિક-પ્રતિક્રમણ વગેરે કરતાં તે દરમ્યાન કર્યો હતો. ધર્મસ્થાનક
ત્યાં હતું, પણ બહુ દૂર. ત્યાં બહારથી આવેલા કોઇ પંડિતો વ્યાખ્યાન વાંચતા,
પણ તે ઉપદેશ સાંભળવા જવાનું તો કોઇક વાર બનતું. કોઇ વાર ઘરે બપોરે
સામાયિક કરે ને રાત્રે પ્રતિક્રમણ કરે.
શાળાનો અભ્યાસ છોડયા પછી તો તેઓ બપોરે ઘરે સામાયિક
ઘણીવાર કરતાં; ત્યાગવૈરાગ્યની ક્રિયાઓ પણ કરતાં. સામાયિકનો પાઠ
શીખેલાં ને પ્રતિક્રમણ પણ મુખપાઠ કરેલું. તદુપરાંત થોકડામાં નવ તત્ત્વ, છ
કાયના બોલ, દંડક, ગતિ-આગતિ, ગુણસ્થાન-એ બધું, યથાશક્તિ
વિચારપૂર્વક, મુખપાઠ કરેલું. પુચ્છિસ્સુણં, ભક્તામર તથા કલ્યાણમંદિર વગેરે
સ્તોત્ર કંઠસ્થ કર્યાં હતાં. બીજું ધાર્મિક વાંચન પણ કરતાં. બહેનશ્રી કહેતાંઃ “
ત્યાં પંડિત “લાલન’ નું એક પુસ્તક હતું. તેમાં એમ આવતું કે ‘આંખ બંધ
કરો, કાન બંધ કરો, અંદર જે એક વિચારક તત્ત્વ છે તે આત્મા છે.’ તે વાત
મને ગમતી. તે વિચારક તત્ત્વ કોણ છે તે સમજવા