Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 9 of 153
PDF/HTML Page 22 of 166

 

background image
સંક્ષિપ્ત જીવન પરિચય ૯
________________________________________________________
હું પ્રયત્ન કરતી.” આ રીતે આત્મા સમજવાની ધાર્મિક લાગણી તેમને
પહેલેથી જ હતી.
તેમનું ચિત્ત વૈરાગ્યથી ઘણું જ ભિંજાયેલું હતું. તેથી તેમને દીક્ષા
લેવાની ભાવના નાનપણથી જ હતી. નાની વયથી જ તેમને અંતરમાં એમ
થતું કે ‘આવો મનુષ્યભવ તો કોઇક વાર જ મળે છે, આ મોંઘા
મનુષ્યભવનો ઉપયોગ તો મોક્ષ પ્રાપ્ત કરવા માટે જ કરી લેવો જોઇએ. તે
માટે મારે અવશ્ય દીક્ષા લેવી.’ આમ તેમને દીક્ષાની પ્રબળ ભાવના વર્તતી
હતી અને અંદરમાં દ્રઢ નિર્ણય કરેલ કે ‘મારે દીક્ષા તો લેવી જ છે.’ આ
વાત તેમણે પોતાની એક બહેનપણીને કહી. બહેનપણી દ્વારા તે વાત બહાર
પડી ગઇ અને ચંપાબેનને ઠપકો મળ્‌યો કે-આવા શા વિચારો કરે છે? તેથી,
ભાવના તીવ્ર હોવા છતાં, દીક્ષા ન લઇ શકાઇ; શરમાળ ને નરમ પ્રકૃતિને
લીધે, તથા કોની પાસે દીક્ષા લેવી તે નિર્ણય નહિ થઇ શકવાથી, દીક્ષાની
ભાવના સાકાર ન થઇ શકી.
ત્યાર પછી લગભગ ચૌદ કે પંદરમા વર્ષે તેમને વઢવાણ આવવાનું
થયું. તે પહેલાં તેઓ દર બબ્બે કે ત્રણ-ત્રણ વર્ષે વઢવાણ આવતાં ને બે-
ચાર મહિના રહેતાં, અને પછી કરાંચી જતાં. પણ પંદરમા વર્ષે વઢવાણ
આવ્યા પછી તો ઘણો સમય ત્યાં જ પસાર કરવાનું થયું. કોઇ વાર મોટા
ભાઈના ઘરે વાંકાનેર જાય; કરાંચી પણ વચ્ચે જઇ આવેલાં. તેમનું ચિત્ત
વૈરાગ્યથી ભિંજાયેલું તો હતું જ, તેમાં તેમની ધર્મભાવનાને -દેશમાં રહેવા
દરમિયાન-પોષણ તેમ જ દિશા મળે તેવું થયું. તેમને પૂજ્ય ગુરુદેવ પાસેથી
વ્યાખ્યાન દ્વારા તત્ત્વની ઘણી વાતો સાંભળવા મળી. ગુરુદેવે મોક્ષમાર્ગનું જે
યથાર્થ પ્રરૂપણ કર્યું હતું તે મેં સાંભળેલું, તત્ત્વજ્ઞાનની યથાર્થ ઝીણી વાતો-
સમ્યગ્દર્શનનું માહાત્મ્ય, આત્માનો સ્વભાવ, કર્મ અને આત્માનું સ્વતંત્ર
પરિણમન વગેરે ઘણી ઘણી વાતો-સાંભળેલી. તે વિષે હું અને બહેનશ્રી ચર્ચા
કરીએ. હું તેમને તત્ત્વની, વૈરાગ્યની કે સત્પુરુષ પ્રત્યે ભક્તિની જે જે વાત
કરું તે તેઓ ખૂબ રસપૂર્વક સાંભળે. તેમને તે વાતો ખૂબ ગમતી. પહેલાં તો
તેમને આ વાતો અઘરી લાગતી ને મનમાં થતું કે આ બધું શે સમજાય?
પણ પછી તો તેમણે તે બધું બહુ ઝડપથી પકડી લીધું અને ગુરુદેવનું
તત્ત્વજ્ઞાન અંદરમાં પોતાના