કાયાદિની ચપળતા મહત્ત્વની નથી પણ કષાયપરિણામ મહત્ત્વના છે. આ
વાત ખૂબ ન્યાયસંગત હોવાથી મને બહુ પ્રિય હતી; બહેનશ્રીને પણ તે
ગમતી. આ રીતે તે પુસ્તક વિષેની ઘણી ઘણી વાતો અમે બંને ભાઈ-બહેન
સાથે બેસીને વાંચતાં અને ચર્ચતાં. બહેનશ્રીને પણ તે વાતોમાં ખૂબ રસ
પડતો. બીજાં પણ કોઇ કોઇ પુસ્તક અમે સાથે વાંચતાં ને વિચારતાં. તેમાંથી
બહેનશ્રીને, પૂજ્ય ગુરુદેવ પાસે જે સાંભળેલું તેની સારી પકડ આવેલી.
તે અંતરમાં નક્કી જ થઇ જતું. તેઓ તરત જ નિર્ણય કરે અને કહે કે-‘મને
તો આ જ વાત સાચી લાગે છે.’ એક વાર તેમની સાથે કોઇ ચર્ચા થતી
હતી ત્યારે મેં કહ્યુંઃ ‘ક્રોધ આત્માનો સ્વભાવ નથી’ એ કઇ રીતે નક્કી
થાય? તેમણે તરત જ કહ્યુંઃ ક્રોધ જો આત્માનો સ્વભાવ હોય તો તેનાથી
જ્ઞાનને પુષ્ટિ મળવી જોઇએ; સ્વભાવ એકબીજાને હણે નહિ. પરંતુ ક્રોધ
કરીએ ત્યારે જ્ઞાન કુંઠિત થાય છે; માટે તે, આત્માનો સ્વભાવ નથી. ક્ષમા
જ્ઞાનને રોકતી નથી, માટે ક્ષમા જીવનો સ્વભાવ છે.
ભારપૂર્વક જાહેર કરેલો. મેં પૂછયુંઃ જીવ જ્યારે અશુદ્ધિ કરે ત્યારે પણ તેને
સામર્થ્ય-અપેક્ષાએ શુદ્ધિ રહે છે એ શાસ્ત્રસંમત હકીકત છે. જીવ રાગદ્વેષ કરે
અને તે જ વખતે એક અપેક્ષાએ-સ્વભાવ -અપેક્ષાએ શુદ્ધ! એ કઇ રીતે
હશે? તેમણે દ્રષ્ટાંત આપીને કહ્યું કે-સાકરનો ગાંગડો કાળીજીરીના ભૂકામાં
મૂક્યો હોય તો શું સાકરનું ગળપણ જતું રહે છે? ઉપર-ઉપર કડવાશ આવે
પણ અંદર તો મીઠાશ છે. મેં કહ્યુંઃ તે દ્રષ્ટાંત બેસતું નથી; કારણ કે આત્મા
તો એક અખંડ પદાર્થ છે અને સાકર તો અનંત પરમાણુઓનો પિંડ છે.
વચ્ચેના પરમાણુઓને કાળીજીરી અડી પણ નથી, એટલે તે તો ગળી રહે,
કડવી ક્યાંથી થાય? પણ આત્મા તો એક અખંડ પદાર્થ છે, તેમાં એક જ
સમયે શુદ્ધ ને અશુદ્ધ-એ બે એકસાથે એક જ