(પુરુષોત્તમદાસ કામદારના) વાંચવામાં આવ્યું અને વાંચી બહુ જ ખુશી થયા.
તેમણે ગુરુદેવને કહ્યુંઃ ‘સાહેબ! વજુભાઈનાં એક બહેન છે, તે આપનું વ્યાખ્યાન
ઘરે જઈને બધું લખી લે છે; એટલું સુંદર લખે છે કે ન્યાય કયાંય જરા પણ
મરડાતો નથી કે કોઈ નાની હકીકત પણ છૂટી જતી નથી.’ પછી એક વાર
ગુરુદેવ વજુભાઈને ત્યાં આહાર વહોરવા પધાર્યા હતા ત્યારે આહાર વહોરાવતી
વખતે બહેનશ્રીના શાન્ત, ધીરગંભીર યોગ વગેરે ઉપરથી ગુરુદેવને તેમની
સંસ્કારિતા અને સુપાત્રતાનો ખ્યાલ આવી ગયો; અને ઉપાશ્રયે દાસભાઈને કહ્યું
કે-મેં વજુભાઈનાં બહેનને જોયાં. બહેન સંસ્કારી છે.’
સાંભળે તે ઉપલક સાંભળીને કાઢી ન નાખે, પરંતુ તેના ઉપર બરાબર
વિચાર કરતાં. પોતાના જીવનમાં કેમ ઉતારવું-એ હેતુથી તે સાંભળતાં. ભલે
માત્ર પાંચ-સાત દિવસ સાંભળી આવે, પણ અંતરમાં મંથન કરી તેનું રહસ્ય
ગ્રહી લેતાં.
તો લેવું જ છે, આ ભવમાં સમકિત ન લઈએ તો આ મનુષ્યપણું શા
કામનું? સમકિત થશે જ...સમકિત લેવું જ છે.’ એક વાર મેં પૂછયુંઃ ચંપા!
સમકિત કેટલું દૂર છે? તો કોણી સુધીનો હાથ બતાવીને કહેઃ ‘આટલું.’-
આમ વિશ્વાસથી કહ્યું. મને મનમાં થયું કે ‘બહેનને સમકિત શી ચીજ છે
તેની પૂરી ખબર લાગતી નથી. સમકિત થતાં તો સિદ્ધભગવાન જેવા
અતીન્દ્રિય આનંદનો અંશે અનુભવ થાય. પણ બહેન સમકિતને સામાન્ય
ચીજ ગણીને કહેતી લાગે છે.’ પછી હું બીજી વાર વેકેશનમાં સુરતથી પાછો
વઢવાણ (કે વાંકાનેર) આવ્યો ત્યારે ફરીને મે પૂછયુંઃ ચંપા! હવે સમકિત
કેટલું દૂર છે?’-તો અર્ધો હાથ બતાવીને તે કહે કે ‘આટલું’-આમ તેમને
અંદરથી એવું જોર આવતું’ અને પોતાને પ્રગતિ થઈ રહી છે એમ પણ
ભાસતું.