ગ્રહણ કરવાનો આત્માનો સહજ સ્વભાવ નથી. (૭) દયા પણ શુભ રાગ
છે; આત્માનો સહજ સ્વભાવ નથી.
છે? બે વચ્ચે શો તફાવત છે? આજે હું આવવાનો હોઉં, પણ જો ન આવી
શકું તો તે ઉદય કહેવાય કે ઉદીરણા? તેમાં મોહકર્મ શો ભાગ ભજવે છે?
તેમાં શાતાવેદનીય કર્મ અથવા અશાતાવેદનીય કર્મ શો ભાગ ભજવે છે?’
ઇત્યાદિ બાબત હું વિચારું અને લખું, બહેનશ્રી પણ વિચારે અને લખે કે મને
આમ બેસે છે.-એમ તેમના મુખ્યત્વે ધાર્મિક પત્રો આવતા.
સદ્ગુણોના ધારક હતાં, તો પણ તેમને મોક્ષમાર્ગના પુરુષાર્થની સાચી વિધિ
હાથ આવી તે તો આખીયે, પરમોપકારી ગુરુદેવના પરમ પરમ પ્રતાપથી જ.
બહેનશ્રીના હૃદયમાં તારણહાર ગુરુદેવ પ્રત્યે અસીમ પારાવાર ભક્તિ છે.
ગુરુદેવના ઉપકારોનું વર્ણન કરતાં તેઓ ગદ્ગદ થઈ જાય છે. ‘હું તો પામર
છું, બધુંય ગુરુદેવે જ આપેલું છે, બધુંય ગુરુદેવનું જ છે’ એમ તેમના
આત્માનો પ્રદેશે પ્રદેશ પોકારે છે.
સં. ૧૯૮પમાં પ્રાપ્ત થયો હતો. તે પ્રસંગે થોડા દિવસ પૂજ્ય ગુરુદેવનાં
તત્ત્વજ્ઞાનભરપૂર પુરુષાર્થપ્રેરક પ્રવચનો સાંભળી બહેનશ્રીને અત્યંત આનંદ
થયો હતો.
કરતા હતા ત્યારે બહેનશ્રી ત્યાં ગયાં હતાં અને ગુરુદેવની પણ તે વખતે
ભાવનગરમાં સ્થિતિ હતી. બહેનશ્રી ખૂબ એકાગ્રતાથી ગુરુદેવનાં વ્યાખ્યાન