Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 21 of 153
PDF/HTML Page 34 of 166

 

background image
સંક્ષિપ્ત જીવન પરિચય ૨૧
________________________________________________________
સં. ૧૯૯૪માં વૈશાખ વદ આઠમના દિને સ્વાધ્યાયમંદિરના ઉદ્ઘાટન સમયે
અમે બંને ભાઈઓ માટે એક યાદગાર પ્રસંગ બન્યો. પૂજ્ય ગુરુદેવ તે દિવસે
પ્રવચનમાં દ્રઢતાથી બોલ્યા કે-“કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહમાં ગયા હતા ને
સમવસરણમાં શ્રી સીમંધરભગવાનની વાણી સાંભળવા માટે ત્યાં આઠ દિવસ
રહ્યા હતા.-આ બધી નજરે જોયેલી વાત છે; કોઈ માને કે ન માને પણ આ
વાત સત્ય છે.”-આવી મતલબનું લગભગ બોલ્યા. વજુભાઈ ને હું વિચાર
કરીએ કે-ગુરુદેવ આજે પ્રવચનમાં, ‘આ વાત આમ જ છે’ વગેરે આટલું
બધું જોરપૂર્વક શું બોલ્યા? ભાઈ કહેઃ આપણે ગુરુદેવને પૂછવા જઈએ. અમે
બહેનશ્રીને કહ્યું કે-ગુરુદેવ આજે પ્રવચનમાં આવું કાંઈક જે બોલ્યા તે વિષે
અમારે તેમને પૂછવા જવું છે. બહેનશ્રી કહેઃ ‘જાવ.’ બહેનશ્રીને મનમાં એમ
કે ભાઈઓ કંઈક જાણે તો તેમને લાભનું કારણ થાય; મારે તો કહેવું જ
નથી, મહારાજસાહેબને કહેવું હશે તો કહેશે; તેથી કહેઃ ‘ભલે જાવ.’
અમે પૂજ્ય ગુરુદેવ પાસે ગયા ને તેમને પૂછયુંઃ ‘સાહેબ! આજે
પ્રવચનમાં આપે ‘આ નજરે જોયેલી વાત છે’ વગેરે શું કહ્યું? પહેલાં તો
ગુરુદેવે, ‘એવું અંગત-વ્યક્તિગત કાંઈ પૂછવાનું ન હોય’ એમ જરા જોરથી
કહ્યું. સાંભળી અમે મૌન થઈ ગયા અને ગુરુદેવ સાથે સ્વાધ્યાયમંદિરની
ઓસરીમાં આંટા મારવા લાગ્યા. પછી ગુરુદેવ પાટ ઉપર બેઠા, અમે તેમની
પાસે નીચે બેસી ગયા. બેઠા પછી પૂજ્ય ગુરુદેવે થોડી ટૂંકી ટૂંકી વાતો કરી.
ગુરુદેવ, ગંભીર થઈને, બોલ્યાઃ બહેનને (બહેનશ્રી ચંપાબેનને) સં. ૧૯૯૩માં
ચૈત્ર વદ આઠમના દિને, અનુભવમાંથી બહાર આવતાં, પૂર્વભવનું
જાતિસ્મરણજ્ઞાન થયું છે. કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહમાં સીમંધરભગવાનના
સમવસરણમાં પધાર્યા હતા. ત્યારે બહેન ને અમે ત્યાં હતાં. હું ત્યાં રાજકુમાર
હતો.-આમ બહેનને સ્મરણમાં આવ્યું છે. મને અંદરથી આવતું કે ‘હું
રાજકુમાર છું, મખમલનાં ને જરીનાં વસ્ત્રો પહેર્યાં છે,-વગેરે.’ પણ બહેને
કહ્યું એટલે ઘણું સ્પષ્ટ થયું, પાકું થયું. બહેન શેઠના દિકરા હતા.-ઇત્યાદિ ટૂંકી
ટૂંકી થોડી વાતો કરી. પણ સાથે એમ પણ કહ્યું કે-‘આ વાત કોઈને કહેવાની
નથી...કોઈને નહિ.’ વજુભાઈને તે વખતે બહેનશ્રી ઉપર એટલા બધા ભાવ
આવી ગયા કે તેમણે હર્ષાશ્રુ સાથે ગદ્ગદ સ્વરે કહ્યુંઃ ‘સાહેબ!