Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 23 of 153
PDF/HTML Page 36 of 166

 

background image
સંક્ષિપ્ત જીવન પરિચય ૨૩
________________________________________________________
ખરેખર આ કાળે પરમાર્થને અનુકૂળ સર્વ યોગ આપણને સંપ્રાપ્ત
થયા છે- તે આપણું પરમ પરમ સદ્ભાગ્ય છે. આપણને બાહ્ય યોગ
મળવામાં તો કાંઈ ન્યૂનતા રહી નથી; હવે પુરુષાર્થ તો આપણે જ કરવાનો
રહે છે. સ્વાનુભૂતિયુગપ્રવર્તક પૂજ્ય ગુરુદેવનો, ચેતનને જગાડનારો
સ્વાનુભૂતિભર્યો મધુર રણકાર વર્ષો સુધી આપણને સાંભળવા મળ્‌યો, તેમ જ
આજે પણ પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રીનાં સ્વાનુભૂતિરસતરબોળ સાહજિક
વચનામૃતોનું મધુર શ્રવણ મળી રહ્યું છે, તેના જેવું પરમ અહોભાગ્ય કયું?
હવે તો જે કાંઈ ખામી છે તે આપણા પુરુષાર્થની જ છે. જ્ઞાનીઓના પ્રતાપે
આપણને સાચો પુરુષાર્થ આવડી જાય-એ જ અંતરની ભાવના છે.
સ્વાનુભૂતિપરિણત પરમોપકારી પૂજ્ય ગુરુદેવનાં તેમ જ
સ્વાનુભૂતિપરિણત પરમોપકારી પૂજ્ય બહેનશ્રીનાં પવિત્ર ચરણકમળ સદાય
હૃદયમાં સંસ્થાપિત રહો.