૨પ
________________________________________________________
આત્માર્થીઓને ઉપકારી એવું પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનું
જાતિસ્મરણજ્ઞાન
અધ્યાત્મયુગપ્રવર્તક પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના
સદ્જ્ઞાનવૈરાગ્યબોધક અધ્યાત્મોપદેશનો અનુપમ લાભ પામીને
જેમણે ૧૮ વર્ષની લઘુ વયમાં નિજાત્માનુભૂતિયુક્ત
સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે અને પૂજ્ય ગુરુદેવની
ઉપકાર-છાયામાં જેમને આત્મસાધનાની વિશુદ્ધિ
વૃદ્ધિંગત થઈ રહી છે, એવાં પ્રશમમૂર્તિ
ભગવતીમાતા પૂજ્ય બહેનશ્રી ચંપાબેનને
વિ. સં. ૧૯૯૩ ચૈત્ર વદ આઠમના દિને
સ્વાત્મધ્યાનમાં બેઠાં હતાં ત્યારે
પૂર્વભવનું સ્પષ્ટ જાતિસ્મરણજ્ઞાન
શરૂ થયું છે, જે અનુક્રમે વૃદ્ધિગત થતાં
અનેક ભવો અને લોકોત્તર વિશેષતાઓના સત્ય
તેમ જ અતિ સ્પષ્ટ નિર્મળ જ્ઞાનથી સમૃદ્ધ થતું ગયું છે.
પૂજ્ય ગુરુદેવને આની જાણ થતાં, તેઓશ્રીને વિશેષ જાણવાની
ભાવનાને લીધે, પૂજ્ય બહેનશ્રી, અનુક્રમે જેમ જેમ, જે યથાતથ સ્પષ્ટ સ્મરણમાં
આવતું ગયું તે લખીને મોકલતાં, અને તેની પ્રતિલિપિ પોતાની
પાસે રાખતાં. તે પ્રતિલિપિમાંથી અત્રે આ લખાણ આલેખિક કરવામાં આવ્યું છે.
આમાં જે તિથિઓ અંકિત થયેલ છે તે કોઈ તો સ્મરણ આવ્યાના દિવસની છે
અને કોઈ તો લખાણ કર્યાના દિવસની અથવા પૂજ્ય ગુરુદેવને વાંચવા મોકલ્યાના
દિવસની છે. પૂજ્ય બહેનશ્રીનું આ દિવ્ય જ્ઞાન આત્માર્થી જીવોને, ભૂત તેમ જ
ભાવી ભવોના અસ્તિત્વની સ્પષ્ટ પ્રતીતિ કરાવતું થકું, ધાર્મિક શ્રદ્ધાની દ્રઢતાના
વિશેષ લાભનું સાતિશય નિમિત્ત બનો - એ જ ભાવના.
**