જાતિસ્મરણજ્ઞાન ૨૯
________________________________________________________
પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનું
સ્વાનુભૂતિયુક્ત જાતિસ્મરણ જ્ઞાન
(તેમની નોટબુકમાંથી)
*
શ્રી સર્વજ્ઞને નમસ્કાર
શ્રી ગુરુદેવના મહાન ઉપકાર વડે પૂર્વ જન્મનું તથા
શ્રી સદ્ગુરુદેવના પૂર્વ જન્મનું વગેરે વગેરે સહજ
સ્મરણ ચૈત્ર વદ આઠમથી માંડી અમુક
અમુક દિવસોમાં આવ્યું એવા શ્રી
સદ્ગુરુદેવને પરમ ભક્તિથી
વારંવાર નમસ્કાર હો,
નમસ્કાર હો.
આ સર્વ સદ્ગુરુદેવનું જ છે.
શ્રી ગુરુદેવનો પરમ પ્રતાપ છે.
(આ વિષે અંદર રહેવાની ભાવના છે.)