આત્મજ્ઞસંત સત્પુરુષ પરમોપકારી પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી
કાનજીસ્વામીનો, સ્વાનુભૂતિપ્રધાન સદ્ધર્મનો પુનઃ અભ્યુદય
કરવા, મહાન ઉદય થયો. પૂર્વના પ્રબળ સંસ્કાર,
ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસારના ગહન અધ્યયન
અને પોતાના જ્ઞાન, વૈરાગ્ય ને ઉપશમ રસભીના અંતર્મુખ
સાતિશય પુરુષાર્થ વડે તેમણે સ્વાનુભવરસઝરતી
આત્મસાધના સાધીને પોતાનાં વ્યાખ્યાનોમાં શ્રી વીર-કુંદ-
અમૃતપ્રરૂપિત અધ્યાત્મધર્મનો પરમ ઉધોત કર્યો, જેથી ઘણા
જીવો તે સમજવા માટે તૈયાર થઇ ગયા. વીતરાગ મોક્ષમાર્ગને
અત્યંત સ્પષ્ટપણે સમજાવનાર આવા સમર્થ ગુરુદેવ આ
વિષમ કાળે મળ્યા તે મુમુક્ષુઓનાં મહાભાગ્ય છે. ખરેખર
ગુરુદેવનો ઉપકાર અમાપ છે.
કરનાર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીની પ્રબળ વાણીના
પુનિત યોગે ૧૮ વર્ષની બાળાવયમાં જેમણે અતીન્દ્રિય-
આનંદઝરતો