પ્રાપ્ત કરેલ છે એવાં પ્રશમમૂર્તિ ધન્યાવતાર ધર્મરત્ન પૂજ્ય
બહેનશ્રી ચંપાબેને પણ આવા પરમ- તારણહાર પૂજ્ય ગુરુદેવનો
લોકોત્તર આધ્યાત્મિક મહિમા પ્રકાશીને ખરેખર મુમુક્ષુજગત ઉપર
મહાન ઉપકાર કર્યો છે. સ્વાનુભવમૂર્તિ પૂજ્ય બહેનશ્રી પણ,
પૂજ્ય કહાનગુરુદેવના ઉપકારતળે, આત્માનુભૂતિનો સાચો માર્ગ
બતાવનાર ખરેખર એક મહાન આત્મા છે. તેમનું પવિત્ર જીવન
અને અધ્યાત્મસાધના આત્માર્થી જીવો માટે ખરેખર એક અનુપમ
આદર્શ છે.
આત્માર્થી જીવોને આત્મલાભ થાય એ હેતુએ, અત્રે આ
પુસ્તકમાં (૧) સંક્ષિપ્ત જીવનપરિચય, (૨) જાતિસ્મરણજ્ઞાન,
(૩) ગુરુદેવના હૃદયોદ્ગાર અને (૪) અધ્યાત્મ-અમૃતસરિતા-
એ ચારનું સંકલન કરવામાં આવ્યું છે.
સંભારણાં વગેરે, પૂજ્ય બહેનશ્રીના જીવનને લગતા, અનેક
વિષયોનું તેમના ‘અમૃત-જન્મોત્સવ’ અવસરે પ્રકાશિત થયેલ
‘બહેનશ્રી ચંપાબેન અભિનંદનગ્રંથ’ માં સંકલન થયેલ છે. જેમને
તે જાણવાની ભાવના હોય તેમને તે ગ્રંથ વાંચવાની ભલામણ છે.