Benshreeno Gnan Vaibhav (Gujarati). Shree Vitraag Adi Ne Namaskar.

< Previous Page   Next Page >


Page 49 of 153
PDF/HTML Page 62 of 166

 

background image
જાતિસ્મરણજ્ઞાન ૪૯
________________________________________________________
તીર્થંકરપદ કેટલે ભવે એમ સ્મરણમાં સહજ આવતું નથી,
પણ કાળક્રમે ટૂંકા કાળે તીર્થંકર થશે એમ સ્મરણ સહજ થાય છે.
શ્રી તીર્થંકરદેવને નમસ્કાર.
ગુરુરાજના અદ્ભુત પ્રતાપને અહોનિશ ભક્તિથી વારંવાર
નમસ્કાર.
**
શ્રી વીતરાગ આદિ સત્પુરુષોને નમસ્કાર
૧૯૯૪, પોષ વદ ૭ (લખાયેલું)
પોષ વદ પાંચમને પરોઢિયે-
શ્રી કુંદકુંદાચાર્ય ત્યાં મહાવિદેહક્ષેત્રમાં લગભગ આઠેક
દિવસ રહ્યા હોય તેમ સહજ સ્મરણ આવ્યું. મોટા અધિપતિ
ચક્રેશ્વરી ત્યાં સમોસરણમાં હતા એવી રીતે સહજ સ્મરણ આવ્યું.
તે ચક્રેશ્વરીનું-શરીર આદિનું-વર્ણન થાય એવી રીતે સ્પષ્ટ સ્મરણ
આવતું નથી.
પોષ વદ છઠને સાંજે લગભગ ચાર વાગ્યા પછી-
શ્રી કુંદકુંદાચાર્ય પધાર્યા તે ગામનું નામ કંડલ, કુંડીલા,
કુંડલપુરી અથવા કુંડલી હતું. શ્રી કુંદકુંદાચાર્ય તે કુંડલપુરીમાં
પધાર્યા હતા તેમ સહજ સ્મરણ આવે છે.
પોષ વદ છઠ ને રાત્રે દશ વાગ્યે લગભગ પાછું ફરી વાર-
શ્રી કુંદકુંદાચાર્ય ત્યાં કુંડલપુરીમાં પધાર્યા હતા ને આઠેક