Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 48 of 153
PDF/HTML Page 61 of 166

 

background image
૪૮ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
શ્રુતકેવળી ક્ષાયિકનો એક ધારાપ્રવાહીનો પ્રકાર કહે છે.-એમ
રાજકુમાર કહેતા હતા.
એક ધારાપ્રવાહી, બીજું જોડણી અથવા જોડરૂપ ક્ષાયિક,
ત્રીજું યુગલ ક્ષાયિક.
ધારાપ્રવાહી, શરૂઆતની ધારાનો પ્રવાહ ક્ષાયિકની યોગ્ય
શ્રેણીનો તે ધારાપ્રવાહી-એવો તેનો ભાવ યાદ આવે છે.
બીજું જોડણી અથવા જોડરૂપ ક્ષાયિક તે.
પૂર્વ કૃતકૃત્યતાના અદ્ભુત સુખ માંહેનું અંશ-કૃતકૃત્ય પણું
પ્રગટ થઈને તે અંશ દ્વારા વિશેષ કૃતકૃત્યતાના અંશોનું જોડાવું,
આવું ક્ષાયિક જે કહેવાય છે તેવા ક્ષાયિકને ત્યાં જોડણી અથવા
જોડરૂપ એવા સ્વરૂપે કહેતા હોય એમ ભાવ ભાસે છે. એક અંશ
દ્વારા વિશેષ અંશોનું પરસ્પર જોડાવું તેનું નામ જોડણીક્ષાયિક
એમ ટૂંકાણમાં ભાવ યાદ આવે છે.
પૂર્ણ કેવળીના અથવા સિદ્ધના ક્ષાયિકને યુગલ ક્ષાયિક
કહેતા હોય એમ યાદ આવે છે.
હું તથા રાજકુમાર બંને આ પ્રકારે જાણતા હતા. આથી
વિશેષ યાદ આવતું નથી. આ બધું યાદ સહજ આવે છે.
ચંદ ભાઈ કોણ છે તે અહીંના કેટલાક જીવો પ્રત્યે
મધ્યસ્થભાવથી દ્રષ્ટિ મૂકતાં તે જીવોમાં ચંદ ભાઈ હોય તેમ મારા
સ્મરણમાં જણાતું નથી. બીજા એક તેમની સાથે શિશુભાઈ નામે
હતા.