Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 47 of 153
PDF/HTML Page 60 of 166

 

background image
જાતિસ્મરણજ્ઞાન ૪૭
________________________________________________________
શક્તિ પ્રમાણે પકડાયેલું એક પદ યાદ આવે છેઃ
ક્ષપકત્વશ્રેણી ભૂદાદ્વૈ ભૂત્વા.
. . . . . . . . ..
।।
પોષ સુદ ૧૧ને રાત્રે -
હું તથા રાજકુમાર જ્યાં અમુક સ્થાને બેઠા હતા ત્યાં
રાજકુમાર કાંઈક ધાર્મિક વાત કરીને આ ઉપલું પદ બોલ્યા, ત્યાર
પછી તરત બીજું પદ રાજકુમાર બોલ્યા-
સિદ્ધિ-ગવેષાં. . .
. . . . . . . . ..
આ બીજું પદ શ્રી શ્રુતકેવળીનું હતું. તે રાજકુમાર બોલતા
હતા ને હું સાંભળતો હતો. રાજકુમાર એમ કહેતા હતા કે
શ્રુતકેવળી આમ કહે છે.
ઉપરના બંને પદમાં કાનોમાત્રાનો કે શબ્દ વગેરેનો ફેરફાર
હોય તો ખ્યાલ નથી.
શ્રી શ્રુતકેવળી ત્રણ પ્રકારે ક્ષાયિકના નામવાળું સ્વરૂપ
કહેતા હતા તે ત્રણ પ્રકાર સ્મરણમાં રહેલા તે યાદ આવ્યા. પોષ
સુદ ૯ ને બપોરે સ્મરણમાં આવ્યા હતા.
પોષ સુદ ૧૧ ને રાત્રે-
પાછા ફરીને રાજકુમાર સાથે વાત કરતા હતા ત્યારે
રાજકુમારને પણ તે ત્રણ પ્રકારની ખબર હતી. રાજકુમાર કહે કે