૪૬ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
હું મારાં માબાપને એક જ હતો, બીજાં કોઈ ભાઈબહેન
નહોતાં, ઘરમાં મારા કાકા વગેરે કુટુંબ હતું.
નૌવલપુર ગામથી થોડે દૂર બીજું વણવીંશ નામનું ગામ
હતું. ત્યાંથી લાભ... ભાઈ કન્યા પરણીને લાવ્યા હતા. તે કન્યાનું
નામ ગુણભદ્રા હતું. તે કન્યાના પિતાની માતા અથવા તે
કન્યાની માતા ત્યાં હતાં તે યાદ આવે છે.
રથ જેવું કાંઈક હતું, તેમાં બેસીને લાભ... ભાઈ આવતા
હતા. તે વિષે વિશેષ યાદ આવતું નથી.
ત્રણે એક જ ગામમાં હતા, એક જ ગામમાં રહેતા હતા,
એમ સહજ યાદ આવે છે. આ બધું સહજ સ્મરણમાં બરાબર
આવે છે તે પ્રકારે મધ્યસ્થતાથી લખાયું છે.
હું તથા રાજકુમાર કોઈ એક સ્થાને બેઠા હતા. ત્યાં
ફતેહકુમાર ધાર્મિક વાત કરતા હતા.
પોષ સુદ ૧૦ ને સવારે એમ સ્મરણ આવ્યું હતું કે
શ્રી કુંદકુંદાચાર્ય ત્યાં મહાવિદેહક્ષેત્રમાં આવ્યા ત્યારે શ્રી
તીર્થંકરદેવનું નીકળેલું પદ સહજ સ્મરણમાં આવ્યું. શ્રી કુંદકુંદાચાર્ય
ત્યાં આવ્યા ત્યારે પ્રભુની વાણીમાંથી ક્ષાયિકનું સ્વરૂપ, યતિઓનું
સ્વરૂપ, શ્રાવકનું સ્વરૂપ વગેરે વાણી છૂટી હતી. પ્રભુની વાણી તો
અદ્ભુત, ઊંડી ને ગહન અને ઘણા પ્રકારની છૂટી હોય, પણ ત્યાં
મારી શક્તિ પ્રમાણે પકડાયેલ; એમાંથી અમુક એટલું યાદ આવે
છે. આ બધું સાવ સહજ યાદ આવે છે. તે વખતે મારી