Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 45 of 153
PDF/HTML Page 58 of 166

 

background image
જાતિસ્મરણજ્ઞાન ૪પ
________________________________________________________
જીવા... શેઠ અને પરમ... શેઠ નગરશેઠ જેવા હોય તેમ
જણાતું હતું. તે પરમ... શેઠ લાભભાઈના પિતા હતા અને
જીવા... શેઠ મારા પિતા હતા.
પરમ... શેઠ એકદમ ખૂબ જ ઘેરા રંગની રાતા રંગની
પાઘડી બાંધતા હતા; તે કોઈ કોઈ વાર કામપ્રસંગે રાજા પાસે
જતા; તે શેઠનું સ્વરૂપ એટલું યાદ સહજ આવે છે. તેમની સ્ત્રીનું
નામ ગણધારી અથવા ગણા અથવા ગણધારા એમ ત્રણ પ્રકારે
યાદ આવે છે. તેમનો દેખાવ મોટાં જબરાં શેઠાણી જેવો હતો.
તેમને ઘેર નોકરો-ચાકરો હતા; મોટું વિશાળ તેમના ઘરનું
કામકાજ નગરશેઠ જેવું હતું; તેમને કેટલુંક દીકરા વગેરે કુટુંબ
હતું, તેમાંથી લાભભાઈ અને બીજા એક ચખુભાઈ એ બેનાં
નામ યાદ આવે છે, બીજા કોઈનાં નામ યાદ આવતાં નથી,
બીજા દિકરા હતા કે નહોતા તે પણ યાદ આવતું નથી. ગણધારી
તે લાભ... ભાઈની માતાનું નામ હતું. તે વિષે એટલું યાદ છે.
કોઈના શરીર આદિના વર્ણન વિષે, વર્ણનમાં આવે એવી રીતે,
યાદ આવતું નથી.
જીવા... શેઠ અથવા જીવનશેઠ મારા પિતાનું નામ હતું. તે
શેઠ સારા સ્વભાવના અને વૈભવવાળા હતા. મારી માતાનું નામ
ભદ્રા અથવા ભદ્રવાહા હતું. શેઠાણીને યોગ્ય તેમના ગુણો હતા.
મારા પિતા ધોળી પાધડી બાંધતા હતા.-તે વિષે વર્ણનમાં એટલું
યાદ આવે છે. તે માતા-પિતા ધાર્મિક હતાં.