૪૪ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
દીપોહમંદ રાજાનું મોટું જબરું શરીર, શરીરનો બાંધો ઘણો
સારો, શરીરનો વર્ણ ઊંચી જાતનો પુણ્યવંત, તેમના ચહેરા
ઉપરથી તે બુદ્ધિશાળી અને ઊંચા ગુણોવાળા દેખાય છે. વિશેષ
સ્વરૂપ તેમનું યાદ આવતું નથી.
સુલેહારાણીએ ધોળું અને આછા પીળા રંગ જેવું અંદર
કાંઈક લીટી હતી એવું, ઓઢેલું હતું. તેમના ગુણો રાજરાણીને
યોગ્ય તેમના શરીર ઉપરથી દેખાય છે. તેમના વર્ણન વિષે એટલું
યાદ આવે છે.
તે રાજાને બીજા કેટલાક કુંવર હોય તેમ સ્મરણ સહજ
આવે છે, પણ કેટલા કુંવરો હતા તે યાદ આવતું નથી. તેમાંથી
એક કુંવરનું નામ બાળ... કુમાર હતું; બીજા એક કુંવરનું નામ
નંદ... કુમાર હતું. આ બંને કુંવરો ફતેહકુમારથી નાના હતા. બીજા
કોઈ કુંવર હતા કે નહોતા તે યાદ આવતું નથી. બંને કુંવરનું
વર્ણન થાય એવી રીતે શરીર આદિ કાંઈ યાદ આવતું નથી.
દીપોહ રાજાને બીજા કોઈ રાણી હતાં કે નહોતાં તે યાદ
આવતું નથી.
નૌવલપુરમાં બે શેઠ હતાં; તેમાં એક શેઠનું નામ જીવા...
શેઠ અથવા જીવન... શેઠ એમ બે પ્રકારે યાદ આવે છે. બીજા
શેઠનું નામ પરમ... શેઠ હતું. તે બંને શેઠ હોવાથી રાજા સાથે
કામપ્રસંગને લઈને સંબંધ હતો.
તે ગામમાં બીજા શેઠ હશે પણ મને યાદ આવતા નથી.