Benshreeno Gnan Vaibhav (Gujarati). Sarvagnya Ne Namaskar.

< Previous Page   Next Page >


Page 43 of 153
PDF/HTML Page 56 of 166

 

background image
જાતિસ્મરણજ્ઞાન ૪૩
________________________________________________________
શ્રી ગુરુદેવના પરમ કૃપામય ઉપકારને
અત્યંત ભક્તિથી નમસ્કાર
**
શ્રી સર્વજ્ઞને નમસ્કાર
સત્પુરુષોની કૃપાને નમસ્કાર
૧૯૯૪, પોષ સુદ ૧૪, પરોઢિયે લખાયેલ
પોષ સુદ નોમ ને સવારે સાતથી સાડા સાત સુધીમાં
સહજ સ્મરણ આવ્યું.
મહાવિદેહક્ષેત્રમાં જે ગામમાં હતા તે ગામનું નામ
નૌવલપુર હતું. શ્રી શ્રુતકેવળી એવું કાંઈક બોલતા હતા કે આ
નૌવલા નગરીમાં-એવું કાંઈક કહેતા હતા.
હું રાજકુમારને કહેતો હતો કે આપણા નૌવલપુરની
અંદર... (કોક માણસ હતો એના વિષે કાંઈક વાત કરતો હતો),
તથા હું રહું છું તે આ ગામનું નામ નૌવલપુર છે,-એમ સહજ
સ્મરણ થાય છે.
પોષ સુદ ૧૧ ને બુધવાર, રાત્રે દશ પછી-
તે નૌવલપુરના રાજાનું નામ દીપોહમંદ હતું. તે રાજા
ફતેહમંદ કુમારના પિતા હતા. દીપોહમંદ રાજાનાં રાણી
ફતેહકુમારનાં માતાનું નામ સુલેહા રાણી અથવા સુલેહણા રાણી
એમ બે પ્રકારે સ્મરણ આવે છે.