થઈ જાય છે ને હું સમોસરણમાં શ્રી પ્રભુની સમક્ષ જ કેમ બેઠો
હોઉં! સાંભળવા આવ્યો હોઉં! એમ થઈ જાય છે. સમોસરણની
અદ્ભુતતા લાગે છે. મહાવિદેહક્ષેત્રમાં જ કેમ હોઉં! એમ લાગી
જાય છે. ત્યાંના પરિચિત જીવો દેખાય છે અને બધું જાણે
આવવું-જવું ત્યાંનું થઈ રહ્યું હોય એવું લાગે છે.
થંભ જેવું હતું. થંભનો રંગ પીળો અને ભૂરા જેવો હતો. થંભ
ઉપર ધજા જેવો દેખાવ હતો, રાતા રંગની દેખાતી હતી, અંદર
ધોળી ધોળી લીટી હતી. ત્યાં મોટાં મોટાં કમળ જેવો દેખાવ હતો,
રમણીક છોડવા ઊગેલા હોય એવી જાતનો દેખાવ હતો. જ્યાં
બેસવાનું હતું ત્યાં મખમલ જેવા દેખાવનું કાંઈક હતું. પ્રભુના
શરીરમાંથી પ્રકાશની લાઈટ પડી રહી હતી. પ્રભુનું આસન હતું
પણ વર્ણન થાય એવી રીતે સ્પષ્ટ યાદ આવ્યું નથી.
હતાં.