જાતિસ્મરણજ્ઞાન પ૧
________________________________________________________
આજે પોષ વદ આઠમ, સાડા દશથી અગિયારે આવેલું
સ્મરણ-
શ્રી કુંદકુંદાચાર્યના પગને, ફળાદિ વહોરાવ્યાં તે ટાઈમે,
સુગંધી પાણી, પુષ્પ વગેરે ઊંચી ચીજો-કુંકુ જેવું કાંઈક હતું વગેરે
ચીજો-થી પૂજવામાં આવ્યા હોય તેમ બરાબર સ્મરણ આવે છે.
ફળાદિનો થાળ હતો તે રત્નજડિત જેવો હોય તેમ યાદ
આવે છે.
આ બધું બરાબર સ્મરણ સહજ આવ્યું તેમ લખ્યું છે.
ભરતક્ષેત્રમાંથી મહાવિદેહક્ષેત્રમાં જઈને
શ્રી સીમંધર પ્રભુનાં દર્શન કરનાર
પરમ યોગીશ્વર શ્રી કુંદકુંદાચાર્યને
પરમ ભક્તિથી નમસ્કાર,
વાંરવાર નમસ્કાર.
**
પરમ–પુરુષોને નમસ્કાર
૧૯૯૪, પોષ વદી તેરશ-
શ્રી કુંદકુંદાચાર્ય ત્યાં કુંડલપુરમાં પધાર્યા ત્યારે ઓચ્છવને
લઈને ભક્તિનો પ્રકાર બહુ જ દેખાય છે.
કુંડલપુરમાં શ્રી કુંદકુંદાચાર્ય પધાર્યા ત્યારે ફતેહમંદકુમાર
પણ ત્યાં આવેલ હતા, બહુમાનથી ઉલ્લાસ-પૂર્વક શ્રી કુંદકુંદાચાર્ય
પ્રત્યે હાથ જોડતા ઊભેલા જોયા.